સુત્રાપાડા તાલુકામાં લાઇવલીહુડ મેનેજર તરીકે ફરજ બજાવતા અશોકભાઇનુ અવસાન થતા તેમના વારસદારને રૂા. ૨ લાખની મૃત્યુ સહાય અર્પણ

ગીર-સોમનાથ

    જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગીર સોમનાથ હસ્તક ચાલતી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ખાતે તાલુકા લાઈવલીહૂડ મેનેજર તરીકે ફરજ બજાવતા સ્વ. અશોકભાઇ દેવાભાઇ વાઢેર ફરજના સમયગાળા દરમ્યાન કોરોના વાઇરસથી સંક્રમીત થવાના કારણે દુ:ખદ અવસાન પામેલ. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરના તારીખ:-૧૧/૧૦/૨૦૧૭ ના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નોકરી દરમ્યાન અકસ્માત/કુદરતી મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેમના કુટુંબને (સીધી લીટીના કાયદેસરના વારસદારને) મળવા પાત્ર મૃત્યુ સહાય ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધીકારીશ્રી ગીર સોમનાથ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીમાથી દરખાસ્ત મંજૂર કરાવી રૂા. ૨,૦૦,૦૦૦/- સ્વ. અશોકભાઇ દેવાભાઇ વાઢેરના વારસદાર તેમના ધર્મ પત્ની ગં.સ્વ. ઉષાબેન અશોકભાઇ વાઢેરના ખાતામાં આર.ટી.જી.એસ. ના માધ્યમથી જિલ્લા વિકાસ અધીકારી રવીન્દ્ર ખતાલે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે. ખાચરના હસ્તે ચૂકવવામાં આવેલ. તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જુનાગઢ હસ્તક ચાલતી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાનો તમામ સ્ટાફ તથા ગ્રામ વિકાસ વિભાગના સ્ટાફ ના સહયોગથી અંદાજીત રકમ રૂપીયા ૧,૫૦,૦૦૦/- નો આર્થીક મદદ તેમના વારસદાર ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવેલ.

Related posts

Leave a Comment