રાજકોટ શહેરમાં સસ્તા અનાજની એક દુકાનમાં ગેરરીતિ થતી હોવાની રાવ મળતા પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડ્યો છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મવડી મેઇન રોડ ઉપર નવલનગર-૪ માં આવેલ વ્યાજબી ભાવના પરવાનેદાર જીતેન્દ્ર ભીખાભાઇ સોલંકી દ્વારા પોતાની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબર મોકલવામાં આવતો હોવાની કલેકટર તંત્રને બાતમી મળી હતી. જેથી જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચનાથી પુરવઠા અધિકારી પૂજા બાવડાના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરીક્ષક પરસાણીયા અને ઝાલાએ દુકાન ઉપર દરોડો પડયો હતો. આ દૂકાનમાં તપાસ દરમિયાન ઓનલાઇન સ્ટોક પત્રક અને દુકાનમાં પડેલ હાજર જથ્થાની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ઘઉંનો જથ્થો ૩૩૩૧ કિલો, ચોખાનો જથ્થો ૧૧૫૦ કિલો અને ખાંડનો જથ્થો ૪૭૮ કિલો ઓછો જોવા મળ્યો હતો. આમ અંદાજે કુલ.૪૫ હજાર જેટલી કિંમતનો જથ્થો દુકાનદારે બારોબાર વેચી માર્યો હોવાનું સામે આવ્યું હતું. સાથે તપાસણી દરમિયાન પરવાનેદારે ભાવ તથા સ્ટોકનું બોર્ડ, N.F.S.A બોર્ડ તેમજ અન્ન આયોગ ગાંધીનગરને ફરિયાદ કરવાનું બોર્ડ લગાવ્યું ન હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment