રાજકોટ શહેર રાજયમાં કતલખાના, માંસ, મચ્છી અને ઈંડાનું વેચાણ બંધ કરાવો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજયમાં કતલખાના, માંસ, મચ્છીની દુકાનો બંધ કરાવી માંસ, ઈંડા ચીન અને માછલીનું વેચાણ બંધ કરાવવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટે રાજયનાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી . ટ્રસ્ટે ગૌવંશ હત્યા રોકવા અને જવાબદારો સામે કડક પગલા લેવા પણ માંગણી કરી હતી. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્યના મંત્રી પ્રતિક સંઘાણી તથા સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે નોનવેજ માર્કેટ ફીશ, માર્કેટથી કોરાના ઝડપથી ફેલાય છે. અને તેની તકેદારીરૂપે જ કેન્દ્ર સરકાર નિર્દેશીત એનીમલ વેલ્ફેર બોર્ડ પણ આ માર્કેટ બંધ રાખવાનું સુચન સમગ્ર દેશમાં કર્યું છે. ગુજરાતમાં પણ તેનું પાલન થઈ રહ્યું છે. પણ છેલ્લા થોડા દિવસોથી ગેરકાયદે તત્વો, ગૌવંશના હેરફેર, કતલ વગેરે પ્રવૃત્તિ સમગ્ર રાજયમાં વધી રહી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment