હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વહિવટી માળખુ કાર્યક્ષમ, પારદર્શક્તા, સંવેદનશીલતા તેમજ જવાબદારીપણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહિવટ પુરો પાડે તે પરત્વે રાજ્ય સરકારનાં કાર્યક્રમ અંતર્ગત પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશીલતા આવે તે માટે શહેર કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ભાવનગર માહાનગરપાલિકા દ્વારા શહેરનાં શ્રી માજીરાજ ગલ્સ હાઇસ્કુલ, હલુરીયા ચોક, ભાવનગર ખાતે તા.૦૨/૦૭/૨૦૨૨નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંધણી, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યક્તિલક્ષી લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણપત્રો, દિવ્યાંગતાં પ્રમાણપત્રો, સ્કોલરશીપ યોજનાના લાભો, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકાશે. આ અરજી સ્વિકારવાનો સમય ૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઈચ્છતા હોય કે કોઈ યોજનાકીય લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ તા.૦૨/૦૭/૨૦૨૨નાં રોજ શ્રી માજીરાજ ગલ્સ હાઇસ્કુલ, હલુરીયા ચોક, ભાવનગર ખાતે કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી