હિન્દ ન્યુઝ, નવી દિલ્હી
નવી દિલ્હી ખાતે આયોજિત MRO Xpo India 2026માં ગુજરાતને ‘MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ’થી સન્માનિત કરાયું. આ એવોર્ડ ઉડ્ડયન અને એરોસ્પેસ ક્ષેત્રોમાં નવીનતા અને ઉદ્યોગ સહયોગ વધારવા માટેની ગુજરાત સરકારની સતત પ્રતિબદ્ધતાનો પુરાવો.
ગુજરાત તેની પ્રગતિશીલ નીતિઓ અને વ્યૂહાત્મક આયોજન દ્વારા MRO ઉદ્યોગ માટે ભારતમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું. વિમાનની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને શ્રેષ્ઠ ઉડ્ડયન માળખું ઊભું કરવા બદલ રાજ્યના સક્રિય પ્રયાસોને આ એવોર્ડ દ્વારા વૈશ્વિક ઓળખ મળી.
