ગાંધીનગર ખાતે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025માં સફળતા મેળવેલા 35 યુવકોની મુલાકાત લેતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે SPIPAમાં પૂર્વ પરીક્ષા તાલીમ મેળવીને યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025માં સફળતા મેળવેલા 35 યુવાઓએ શુભેચ્છા મુલાકાત કરી.

મુખ્યમંત્રીની યુપીએસસી સિવિલ સર્વિસીસ 2025 પરીક્ષામાં સફળ થયેલા સ્પીપાના યુવા ઉમેદવારોને શીખ – ઉચ્ચ અધિકારી તરીકેની મળનારી સેવા તકને વંચિત અને છેવાડાના તથા સામાન્ય માનવીની સેવા કરવાની સંવેદના તક તરીકે અપનાવજો.

યુ.પી.એસ.સી. દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025માં SPIPAના સૌથી વધુ કુલ 35 ઉમેદવારો ઓલ ઇન્ડિયા સર્વિસ અને સેન્ટ્રલ સિવિલ સર્વિસ માટે આખરી પસંદગી પામ્યા છે. વર્ષ 1992થી વર્ષ 2026 સુધીમાં એટલે કે, છેલ્લા 34 વર્ષમાં સ્પીપા, અમદાવાદમાંથી કુલ 348 ઉમેદવારોએ યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝમાં અંતિમ પસંદગી પામીને IAS, IPS, IFS, IRS જેવી વિવિધ કેડરો પ્રાપ્ત કરી.

Related posts

Leave a Comment