સિક્કા માધ્યમિક શાળામાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને એનિમિયા, ટીબી, રક્તપિત્ત, કુપોષણ જેવાં ગંભીર રોગો વિશે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, સિક્કા

   જામનગર તાલુકાના સિક્કા નગરપાલિકા સંચાલિત સિક્કા માધ્યમિક શાળામાં ૩૧૦ જેટલા વિદ્યાર્થીઓને એનિમિયા, ટીબી, રક્તપિત્ત, કુપોષણ જેવાં ગંભીર રોગો વિશે કાર્યક્રમ દ્વારા વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. એનિમિયા મુક્ત ભારત અંતર્ગત કુપોષણને કારણે એનિમિયા વધતો જાય છે તેને અટકાવવા કેવો પોષણયુક્ત આહાર લેવો તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી વધારે ઉધરસ આવવી, ગળફામાં લોહી નીકળવું, ભૂખ ન લાગવી કે વજન ઘટી જવો જેવાં લક્ષણો હોય તો તેની તપાસ અને દર્દીને શું કાળજી રાખવી જોઈએ અને ટીબી અટકાવવા માટે શું કરવું જોઈએ તે અંગે સમજુતી આપવામાં આવી હતી.

સરકાર દ્વારા નીક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દીને રૂ.૫૦૦ની સહાય આપવામાં આવે છે. તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારા જવાબ આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ પણ આપવામાં આવ્યાં હતાં.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એચ. ભાયા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પ્રેમ કુમાર કુન્નરના માર્ગદર્શન હેઠળ કામ કરતા ડી.એસ. બી.સી.સી ચિરાગભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને એનિમિયા અને ક્ષય વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ પી.એમ.ડબ્લ્યુ કપીલભાઈ, ટીબી હેલ્થ વર્કર સનીભાઈ અને હરદાસભાઈ દ્વારા લેપ્રેસી અને કેન્સર વિશે માહિતી આપવામાં આવી હતી.

 

 

 

 

Related posts

Leave a Comment