ખીમરાણા ગામે રહેતા સગર્ભાને સમયસર સારવાર મળતા જોખમ ટળ્યું

હિન્દ ન્યુઝ, ખીમરાણા

       જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા ભાવનાબેન પ્રકાશભાઈ ધારવિયાને માથું દુખવું ,ખાલી ચડવી તેમજ ઉલટી ઊબકા જેવી તકલીફ થતા ખીમરાણા સબ સેન્ટર ગયા હતા. પ્રાથમિક તપાસમાં પ્રેગનન્સી ટેસ્ટ, એચ.બી, વજન, ઉંચાઈ, ડાયાબીટીસ, યુરીન, સુગર વગેરે જેવી તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રેગનન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ બ્લ્ડપ્રેશર પણ વધારે આવ્યું હતું.

સગર્ભા સમય દરમિયાન જો બીપી વધારે હોય તો પ્રીએક્લેમ્પ્સીયાની નિશાની ગણાય છે. પરંતુ માતા અને બાળક સ્વસ્થ રહે માટે આરોગ્ય ટીમ દ્વારા સગર્ભાને કેસ પેપર આપી જામનગરની જીજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક તપાસ, રીપોર્ટ અને યુરીન આલ્બ્યુંમીન રીપોર્ટ કરતા હાઇપરટેન્શન ( બીપી ) નિદાન થયું અને ૩ દિવસ દાખલ રાખી સગર્ભાનું બી.પી. નોર્મલ કરવા માટે સારવાર કરવામાં આવી હતી.

આરોગ્યની ટીમ દ્વારા સગર્ભાની સમયસર તપાસમાં હાઇપરટેન્શનનું વહેલું નિદાન, યોગ્ય અને સમયસર સારવાર મળતા પરિવારના સભ્યોએ આરોગ્યની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ ભાયા , તાલુકા હેલ્થ ઓફીસર ડો.જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરતી આરોગ્યની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment