માંગરોળ તાલુકાના લોએજ ગામે એસ ડી બી હાઇસ્કુલ ખાતે આજે રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો
જૂનાગઢ જિલ્લાના સેવાભાવી આગેવાન અને ધૂપસળી જેવું જીવન જીવી જનાર સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મણભાઈ નંદાણીયા ની 11મી પુણ્યતિથિ નિમિત્તે એસ ડી બી હાઇસ્કુલ લોએજ મુકામે રક્તદાન નેત્રનિદાન તથા સર્વ રોગ કેમ્પનો આયોજન કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડોક્ટરોએ સેવા પૂરી પાડી હતી આ કેમ્પમાં રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક લાઈફ સંસ્થા દ્વારા લોહી બોટલ સો જેટલા રક્તદાતા ઓ એ લોહીનું દાન કરીને કોઈનું જીવન બચાવવા આગળ આવ્યા તેમજ નેત્ર નિદાન કેપમાં ૧૫૮ દર્દીઓએ નિદાન કરાવેલ જેમાં ૩૩ દર્દીઓ ને શિવાનંદ મિશન વીરનગર મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવેલ તદુપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં હદય રોગ ફેફસાના રોગ ડાયાબિટીસ નિષ્ણાત બાળક ડોગ ચામડીના રોગ દાંતના રોગ હાડકાના તકલીફ કાન નાક ગળાના નિષ્ણાત જનરલ સર્જન બ્લડ સુગર ટેસ્ટ સ્ત્રીરોગ નિષ્ણાંત જેવા જુદા જુદા 11 વિભાગ તથા કુલ 23 ડોક્ટરોએ પોતાની સમાજ પ્રત્યેની ઉમદા ફરજ બજાવી આ કેમ્પમાં દરેક દર્દીઓને ટ્રસ્ટ તરફથી મફત દવા તથા ચા પાણી ભોજન વગેરેનો લાભ લીધેલ શિવમ ચક્ષુદાન આરેણા દ્વારા ચક્ષુદાન ની માહિતી આપેલ તેમજ હાથમા 855 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલ આ સેવાકીય કાર્ય માં લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષી સેવાકાર્ય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ પૂર્વ તાલુકા પ્રમુખ કાનાભાઇ રામ મુળુભાઇ દેવશીભાઈ ધોળકિયા સાહેબ રાજુભાઈ તેમજ માજી ધારાસભ્ય એવા અરજણભાઈ નંદાણીયા આ તકે શ્રદ્ધાસુપન અર્પણ કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા રવિભાઈ નંદાણીયા ની ટીમ તેમજ વેજાભાઇ વેજાભાઇ પિઠીયા તેમજ તેમજ ટ્રસ્ટના સભ્યો ગ્રામજનો તથા હાઈસ્કૂલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી જેનો પ્રમુખ શ્રી જેઠાભાઇ નંદાણીયા દ્વારા આભાર વ્યક્ત કરેલ
રિપોર્ટર : મીલન બારડ, માંગરોળ