પાન્છા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો શોભાના ગાંઠિયા સમાન

દાંતા તાલુકાના પાન્છા ગ્રામ પંચાયતમાં જ્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનું લોકોના મુખે જાણવા મળ્યું છે.આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ સમાજના લોકો મોટા પ્રમાણમાં અભણ હોવાથી સરકારી યોજના માં કેટલા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવે છે અને કઈ યોજનાઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેની જાણકારી હોતી નથી. ગ્રામ પંચાયતમાં આવતી તમામ યોજનાઓનો લાભ લોકો સુધી મળતો નથી . અને તમામ ગ્રાન્ટો સરપંચ અને તલાટી દ્વારા પોતાના ઘરે લઈ પોતાનો વિકાસ કરે છે. આ બાબતમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી. ગામના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપર સુધી અનેક રજૂઆત કરવા છતાં સરપંચ અને તલાટી સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. એવું લોકોના મુખે જાણવા મળ્યું છે. અને લોકોને પ્રાથમિક જરૂરિયાત જેવી કે સ્વચ્છ ભારત મિશન શૌચાલય ના નામે લાખો રૂપિયાની ઉચાપત કરીને પોતાનો વિકાસ કરે છે ગામના લોકો ને પૂરતા પ્રમાણમાં સૌચાલય પણ ઉપલબ્ધ નથી. અને આદિવાસી પ્રજા અભણ હોવાથી સરકાર દ્વારા આવતી તમામ સરકારી યોજનાઓ નો ખ્યાલ ન હોવાથી સરપંચ અને તલાટી પોતાની રીતે લાખો રૂપિયાની ઉચાપત કરીને નાણાં ઉપાડી લેવામાં આવે છે.આ કાર્યમાં તાલુકા અને જિલ્લાના અનેક કર્મચારીઓ ભેગા મળીને સરકારી યોજનાઓનો લાભ લે છે એવું લોકોના મુખ્ય જાણવા મળ્યું છે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં સરપંચ અને તલાટી સામે કેવા પગલાં સરકાર દ્વારા ભરવામાં આવશે તે આવનારા સમયમાં જોવા મળશે .

રિપોર્ટર…લક્ષમણ ઠાકોર દાંતા

Related posts

Leave a Comment