પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ માં ડોક્ટર અને સ્ટાફ મુકવા માટે અને રાધનપુર રેફરલ હોસ્પિટલ ને સીવીલ હોસ્પિટલ બનાવવા માટે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે જેમાં ત્રણ માંગો સાથે દર સોમવારે રેફરલ હોસ્પિટલ ખાતે સહી ઝુંબેશ અને આરોગ્ય મંત્રી હાય હાય ના નારા લગાવવા માં આવેશે ત્યારે આજરોજ સોમવારે પણ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી . અને આરોગ્ય મંત્રી હાય હાય હાય ના નારા લગાવ્યા હતા અને રાધનપુર રેફરલ હોસ્પિટલ ને સીવીલ નો દરજ્જો આપો અને ડોક્ટર અને સ્ટાફ મુકવા માટે માંગણી સાથે સહી ઝુંબેશ હાથ ધરી જેમાં પાટણ નગરપાલિકા ના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર એમની ટીમ અને રાધનપુર શહેર કોંગ્રેસ ના કાર્યકર જોડાયા હતા
ભગીરથસિંહ જાડેજા સાંતલપુર