જૂનાગઢ માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ની બીભત્સ વિડિઓ ક્લિપ ઉતરી બ્લેમેઇલ કર્યા ની ફરિયાદ

જૂનાગઢ માંગરોળના સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજી ની બીભત્સ વીડિયો કલીપ વાઇરલ કરી બ્લેકમેઇલ કર્યાની સ્વામીજીએ કરી પોલીસ ફરિયાદ જેમાં અમદાવાદ ની હનીબની હોટલ માં લલચાવી ફોસલાવી યુવતી સાથે વિડિઓ ક્લિપ ઉતારી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ ની સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતને સ્વામીજીને ફસાવ્યા અને આવા ખોટા નામો ધારણ કર્યા સ્વામી અને યુવતીની અંગત પળોની વિડિઓ ક્લિપ બનાવી ૫૦ લાખ ની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

તેમજ નાણાં નહિ આપે તો ક્લિપ વાઇરલ કરી બળાત્કાર ની ફરિયાદ કરવાની ધમકી પણ આપવામાં આવી છે ત્યારે માંગરોળ પોલીસે ફરિયાદ નોંધી યુવતી સહિત ત્રણેય ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર:- જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment