અંબાજી પંથકમાં કોરોના વિસ્ફોટક એક દિવસમાં ૭ પોઝિટિવ કેસ સામે આવ્યા ૨૬/૯ સુધી કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા

હિન્દ ન્યુઝ, અંબાજી

          વૈશ્વિક કોરોનાવાયરસ ની મહામારી એ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અંબાજી પંથકમાં પણ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યામાં દિવસે ને દહાડે વધારો થઇ રહ્યો છે, ત્યારે અંબાજી પંથકમાં ૨૫/૯ સુધીમાં ૫૬ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. એ પછી બીજા દિવસે ૨૬/૯ ના વધુ ૭ કોરોના પોઝિટિવ કેસ અંબાજી માં નોંધાયા છે, ત્યારે આજ દિન સુધી કુલ ૬૩ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા અંબાજી પંથક માં નોધાયા છે. જેમાંથી ૩૮ દર્દી રિકવર થયા છે. જ્યારે ૨૫ કેસ એક્ટિવ છે. જેમાંથી ૨૨ કોરોના પોઝિટિવ દર્દીઓ ને હોમઆઇસોલેસન કરાયા છે, ત્યારે ૩ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે અંબાજીમાં ગઈ કાલે ધનવત્રી રથ દ્વારા ૩૦ જેટલા ટેસ્ટ કરાયા છે, ત્યારે અંબાજી પંથકમાં આજ સુધી આરોગ્ય દ્વારા ૧૧૦૧ ટેસ્ટ કરાયા છે જ્યારે ધનવત્રી રથ માં ગઈ કાલે ૩૦ ટેસ્ટ કરાયા છે. જેમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે આજ સુધી કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ગઈ કાલે પણ વધું ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. ગત રોજ અંબાજી પંથકમાં કોરોના વિસ્ફોટક થતાં અંબાજી માં પણ હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે અંબાજી નાં આઠ નંબર રામનગર સોસાયટી, જય અંબે સોસાયટી, બ્રહ્મપુરીવાસ, હીરાગર વાસ, ભાટવાસ, શક્તિધારા સહિતના વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે અંબાજીના મહત્તમ વિસ્તારોમાં પોઝિટિવ કેસો ની સંખ્યા માં વધારો થતાં લોકોમાં પણ ભય સેવાઈ રહ્યો છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment