રાજકોટના સિવિલ હોસ્પિટલ દર્દીના મોત બાદ ભગવતીપરા કોમી એકતા સંગઠન દ્વારા ૧૦ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર રજૂઆત

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ ભગવતિપરાના પ્રભાકરભાઈ ભાઈદાસ પાટીલનું ગત તા.૧૨ના રોજ મૃત્યુ થયું હતું. દર્દીને સિક્યુરિટી ગાર્ડ અને તબીબી સ્ટાફ માર મારતા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેના ઘેરા પડઘા પડ્યા હતા. દર્દી કપડાં કાઢી નાખતો હોવાથી તેને કંટ્રોલ કરતા હોવાનું તબીબી અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ વાઇરલ થયેલા વીડિયોમાં પ થી ૬ લોકો પ્રભાકરભાઈ ઉપર બેસી ઢીકાપાટુ-ફડાકાનો માર મારતા હોય અને મોઢા ઉપર સિક્યુરિટી ગાર્ડ પગ રાખતો હોય તેવું સ્પષ્ટ દેખાતું હોવાથી તેનું મોત મારથી થયું હોવાના આક્ષેપ સાથે આજે ભગવતીપરા કોમી એકતા સંગઠન દ્વારા વીડિયોમાં દેખાતા તમામ લોકો સામે ૧૦ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ૧૦ દિવસમાં પગલાં નહિ લેવાય તો આંદોલનના મંડાણ કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment