ગોંડલ / સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ- 8 દ્વારા પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં પોલીસબેડાના હથિયારોનું પ્રદર્શન

ગોંડલમાં  આર.પી. ગૃપ – ૮ એવોર્ડ સમારોહમાં હથિયાર પ્રદર્શન
સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ – 8 દ્વારા પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં પોલીસબેડાના હથિયારો દર્શાવાયા
એસ . આર . પી . ગ્રુપ – ૮ના સેનાપતિ ડો . જગદીશ ચાવડા અને ડી.વાય.એસ.પી. પી.વી. ચૌધરી માર્ગદર્શન હેઠળ પ્રેસીડન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં વિવિધ હથિયારો જેવાં કે , હવાઈ હુમલો માટે એલ.એમ.જી. ત્રિપાઈ,ઈન્સાસ રાઈફલ , એ.કે. ૫૦, ઓટોમેટિક કલાસ નિકોવા – ૪૭,એસ.એલ . આર.,સેલ્ફ લોડીંગ રાઈફલ,ઘાતક રાઈફલ એસ, આર.જી. રાઇલ,શોર્ટ મશીન ગન,ગેસ ગન વગેરે હથિયારોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું .
એસ.ડી.આર. એફ. ટીમ ગ્રુપ – ૮ દ્વારા બેઝ લાઈટ જનરેટર, ડીમોલેશન હેમર , કાર્બાઈડ્રઝટ એન્સા, સ્ટીલ બાર કટર , આસ્કાલાઈટ , ફાઈબર રેસ્ક્યુ બોટ જેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ના સાધનો નું લાઈવ ડેમોસ્ટ્રેશન સમજણ કરવામાં આવ્યું હતું .
 આ પ્રદર્શન નિહાળવા માટે ગોંડલના જુદી જુદી પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ર000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રસપૂર્વક માહિતી મેળવી . આ પ્રદર્શનમાં પી.આઈ. – ડી.જે. આહિર, યુ . જે . વાળા , પી . એસ . આઈ . – આર.એન. મહેતા, એસ. જે. વાળા, જે. કે. જાડેજા , એસ.જે ઝાલા , જે. એન. મહેતા,બી.પી બાંભણીયા અને આઈ.એચ. જાડેજાએ માર્ગદર્શન પુરૂ પાડયું . શાળાના બાળકોને હથિયારોનું સંચાલન અને હથિયારો વિશેની ઊંડાણપૂર્વક માહિતી હેડ આર્મર , – જી.બી. જાડેજા, આસી. આર.એમ . જળ તથા આઈ.એમ.સીડા એ હથિયારનો ઉપયોગ વિશે સમજણ આપી હતી.
 કુદરતી આફતો માં મહામુલી માનવ જિંદગીનો બચાવ કેમ કરવો ? તેની માહિતી એસ.ડી. આર.એમ. ના જવાનો એ. એસ. આઈ. પ્રભાતસિંહ જાડેજા, કનુભાઈ ચૌહાણ, કરણસિંહ ડોડીયા, સલીમભાઈ મુછાળની ટીમના તમામ જવાનો દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન આપી શાળાના વિદ્યાર્થીઓ માં સ્વબચાવ તથા આપત્તિ અને વ્યવસ્થાપન બાબતોની માહિતી આપવામાં આવી.પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સેરેમની એવોર્ડ અંતર્ગત પ્રદર્શન ની મુલાકાત લેનાર તમામ વિદ્યાર્થીઓને એસ. આર.પી. ગૃપ – ૮ , ગોડલ દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી .
રિપોર્ટર : પૃથ્વીરાજસિહ જાડેજા  ( ગોંડલ )

Related posts

Leave a Comment