મુન્દ્રા,
આજ રોજ તા. ૩૦/૦૪/૨૦૨૦ ના કોરોના વાયરસ નાં કારણે સમગ્ર દેશ ભરમાં ચાલી રહેલા લોકડાઉન ની પરિસ્થિતિ માં અતી જરૂરિયાત મંદ પરિવારોને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા ટિમ તરફથી મુન્દ્રા તાલુકા ના છેવાળા ઓ ના અંતરીયાળ વિસ્તારોમાં નિ શુલ્ક ૫૦ જેટલી રાશન કિટ નો વિતરણ કરવામાં આવ્યું હતું.
મુન્દ્રા તાલુકા ના ગામો લુણી મુન્દ્રા, રામાણીયા, મોટી તુમંડી, નાની તુમડી તથા બેરાજા ના અતી જરૂરિયાત મંદ પરિવારોને જેઓ રોજ કમાવી અને રોજ નું ગુજરાન ચલાવતા પરિવારો નેં નિ:શુલ્ક રાશન કિટ નો વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ભગીરથ કાર્ય મા નરેશ મહેશ્વરી કચ્છ જીલ્લા પ્રમુખ, હિતેશ મહેશ્વરી, ભાવેશ ડી. આયડી મુન્દ્રા તાલુકા પ્રમુખ, રામજી ભાઈ સોધરા મુન્દ્રા તાલુકા ઉપ પ્રમુખ, ધનજી ભાઈ આયડી મુન્દ્રા તાલુકા મહામંત્રી, શિવજી ધેડા, ચાપશી ધેડા, યાકબ જત, ઈકબાલ જત્, સોમ મહેશ્વરી, સંજય મહેશ્વરી, ભરત મતિયા (મેડિકલ અસિસ્ટન્ટ) તથા લખમશી ધેડા જોડાયા હતા સાથે દરેક જરૂરિયાત મંદ પરિવારો નેં નરેશ મહેશ્વરી દ્વારા એવી હુંફ આપવામાં આવી હતી કે અમારા લાયક કોઈ પણ કામ હોય તો નિ:સંકોચ અમારો તથા અમારી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ નો સંપર્ક કરશો અમે તમને મદદરૂપ થવા નો પુરો પ્રયત્ન કરશું એવી આશા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર : રામજી સોંધરા,