મતગણતરીના દિવસે મતગણતરી હોલ ખાતે કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ના ચૂંટણી કાર્યક્રમ અનુસંધાને આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર, ભાવનગર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર મતગણતરી હોલ (counting hall) ખાતે કોઈપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે.

સબબ, મતગણતરીના દિવસે મતગણતરી હોલ (counting hall) ખાતે કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં અને તેનો ઉપયોગ કરી શકશે નહીં જેથી આદર્શ આચારસંહિતાના પાલન માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર કોઇપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે ન લાવવા અનુરોધ કરવામાં આવે છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

 

Related posts

Leave a Comment