હિન્દ ન્યુઝ, ભાવનગર
વિધાનસભાની સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ની મતગણતરી આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ બિલ્ડીંગ, સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યુટ પાસે, વિદ્યાનગર, ભાવનગર ખાતે હાથ ધરવામાં આવનાર છે. તે દરમિયાન આ મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જાહેર હીતમાં ગુજરાત પોલીસ અવિનિયમ ૧૯૫૧ ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂઈએ જિલ્લા મેજિસ્સ્ટ્રેટ ભાવનગર દ્વારા ફરમાવવામાં આવેલ છે કે, આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ સવારનાં ૫:૦૦ કલાકથી મતગણતરીની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરી સેન્ટરના રસ્તાઓમાં કોઈપણ વ્યક્તિએ વાહન સાથે (તમામ પ્રકારના વાહન) પ્રવેશ કરવો નહીં તેમજ સદરહું પ્રતિબંધિત વિસ્તારમાં વાહન પાર્કીંગ કરવા નહીં.
જેમાં એમ.જે. કોમર્સ કોલેજ થી સરકારી ઈજનેરી કોલેજ સુધીનો માર્ગ/રસ્તો, વિદ્યાનગર ચિતરંજન ચોકથી સરકારી ઈજનેરી કોલેજ સુધીનો માર્ગ/રસ્તો ભાવનગર દુધ ડેરી તરફનો માર્ગ (બી.પી.ટી.આઈ.ના વિદ્યાર્થી હોસ્ટેલના ખુણા તરફ) થી બી.પી.ટી.આઈ. તરફ જતો માર્ગ/રસ્તા પર વાહન પ્રવેશબંધી તેમજ પાર્કિંગ કરી શકાશે નહી.
આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ તથા ભારતના ફોજદારી અધિનિયમ સને -૧૯૬૦ ના ૪૫ માં અધિનિયમની કલમ -૧૮૮ મુજબ સજા થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.
ચૂંટણી મતગણતરીની ફરજમાં રોકાયેલા અને તે અંગે અધિકૃત પાસ ધરાવતા કર્મચારીઓ/અધિકારીઓ તથા સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
બ્યુરો ચીફ (:ભાવનગર) : ડો. હકીમ ઝવેરી