અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરના ભાગરૂપે

હિન્દ ન્યુઝ, જામનગર 

     તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આયોજિત થઇ રહ્યો છે તે અનુસંધાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા અને રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા આહવાન કરેલ છે.

જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સૂત્રને સાર્થક કરવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ દરમ્યાન ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે. જેમાં તમામ યાત્રાધામોનું પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવી, કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવવું તેનો યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે પ્રકારે આયોજન હાથ ધરવામાં આવશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે સમગ્ર સપ્તાહ દરમ્યાન સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર સાચા અર્થમાં સાર્થક થાય તે માટે ગામે ગામના તીર્થસ્થળોની સઘન સફાઈ થાય અને તે સારું સમાજના તમામ વર્ગોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા નમ્ર અનુરોધ કર્યો છે.

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment