જામનગર જિલ્લા પંચાયત ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિષય આધારિત વર્કશોપનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લામાં સર્વત્ર સ્વચ્છતાની કામગીરી નિયમિતપણે થતી રહે અને કચરાનો યોગ્યપણે નિકાલ કરવામાં આવે તે માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયત ભવનમાં ”સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ- પ્રિવેન્શન એન્ડ મિનિમાઈઝેશન ઓફ પ્લાસ્ટિક વેસ્ટ” આ વિષય આધારિત એક દિવસીય જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ ફિઝીયોથેરેપી કોલેજ-જામનગર અને ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) ના સહયોગથી આયોજિત આ વર્કશોપમાં રાજયકક્ષાના નિષ્ણાંતો હાજર રહ્યા હતા અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર ઉપસ્થિત સર્વેને સવિસ્તાર માહિતી આપી હતી. આ પ્રકારના આયોજનો થકી જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અને અન્ય લોકકલ્યાણના કાર્યક્રમોને વેગ મળશે.

કાર્યક્રમની શરૂઆત જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.એમ.કાથડ દ્વારા દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ વર્કશોપમાં ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર વિજય ગોસ્વામી, જામનગર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના સાથે સંકળાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Related posts

Leave a Comment