જામનગર જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા લોકોને સાવચેતીના પગલા લેવા જરુરી સૂચનો કરાયા

સાવધાની અને સુરક્ષા સાથે ઉજવીએ ઉત્તરાયણનું પર્વ

હિન્દ ન્યુઝ, જામનગર

    જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી દ્વારા જામનગ૨ની જનતાને મક૨સક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ સાથે લોકો આ પર્વ સાવધાની અને સુરક્ષિત રીતે ઉજવે તે પ્રકારે અપીલ કરવામાં આવી છે. સાથે જ આ પર્વમાં સાવચેતીના ભાગરૂપે કેવા કેવા પગલાં લઈ શકાય, શું ક૨વું અને શુ ના કરવું તે અંગે જરુરી સૂચનો બહાર પાડવામાં આવ્યા છે.

આટલું કરો

પ્રાથમિક સા૨વા૨ની કિટ તૈયા૨ રાખો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો,

પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ? તેની ખાત્રી કરો, માથા ઉ૫૨થી પસાર થતા વિજળીના

તા૨થી દુર રહો, ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં

પતંગ ચગાવવાનું પસંદ કરો, પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે.

ત્રણ “સ” યાદ રાખીએ સમજદારી, સદ્ભાવ અને સાવચેતી.

આટલું ના કરો

સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી

કે જે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે, લોકોને તેના ઘાવની અસ૨ તહેવા૨ની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે, વિજળીના તા૨માં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં પડશો નહી, લૂઝ કપડા ન પહે૨વા, માથે ટોપી પહેરવી, ગીચ ૨હેણાંક વિસ્તારોમાં પતંગ ચગાવવા નહી, ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાનો ઉપરથી પતંગ ચગાવવો નહી, પતંગ કપાઈ જાય તો મકાનોની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહી, થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ફેંકવા નહી.

જામનગર જીલ્લામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન કોઈપણ જગ્યા એ કોઈ પણ દુર્ઘટના બને તો ઇમરજન્સીના સમયમાં જામનગ૨ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ હેઠળના ટોલ ફ્રી નંબર DEOC 0288-2553404, ઈમરજન્સી 108, કરુણા અભિયાન-1962 નો તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment