નાગરીકો મતદાન જાગૃતીને લગતા સેલ્ફી પોઈન્ટ પરથી સેલ્ફી લઈને મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   આગામી લોકસભા સામાન્ય ચૂંટણી તા. ૭ મે ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) હેઠળ જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત સોમનાથ મંદિર પટાંગણમાં મતદાન વિશે નાગરિકો જાગૃત થાય તે માટે મતદાન જાગૃતિ સંવાદ અને સેલ્ફી કેમ્પેઇન યોજાયું હતું.

આ કેમ્પેઈનમાં આર.જે સંજુ દ્વારા બહોળી સંખ્યામાં નાગરિકો લોકશાહીના મહાપર્વમા સહભાગી થઈને મતદાન કરે તે માટે લોકોને સમજૂતી આપવામાં આવી હતી. તેમજ મંદિરે દર્શને આવતા નાગરિકોએ સેલ્ફી પોઈન્ટ પરથી સેલ્ફી લઈ મતદાન જાગૃતિલક્ષી સંદેશો આપ્યો હતો. ઉપરાંત આ અવસરે નાગરિકો ’હું અચૂક મતદાન કરીશ’ના શપથ લઈને મતદાન કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

Related posts

Leave a Comment