હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તે હેતુથી પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશુપાલન ક્ષેત્રના નિષ્ણાંત વક્તાઓ દ્વારા પશુપાલન વિભાગની તમામ સહાયકારી યોજનાઓ, પશુ સંવર્ધન, પશુ પોષણ, પશુ રહેઠાણ, પશુઓમાં થતા રોગો અને તેના ઉપચાર, પશુપાલન થકી ખેડૂતોની આવક વધારવાના ઉપાયો તેમજ પશુપાલન વિભાગ વિશે ખેડૂતો અને પશુપાલકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, નાયબ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના), મદદનીશ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટક), મદદનીશ પશુપાલન નિયામક (પશુ રોગ સંશોધન એકમ), જિલ્લા પંચાયત અને લાલપુર અને તાલુકા પંચાયતના સદસ્ય ઓ તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના પશુપાલક મિત્રો હાજર રહયા હતા.
