હિન્દ ન્યૂઝ, ભાભર,
બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વસંતભાઇ ના અધ્યક્ષ સ્થાને ભાભર તાલુકા પત્રકાર એકતા પરીષદના કાર્યકારી પ્રમુખ તરીકે કાન્તુભા રાઠોડ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ભાભર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વસંતભાઇ ગૌસ્વામીના ભાભર પત્રકાર એકતા પરિષદ પ્રમુખ વિક્રમસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને ભાભર પત્રકાર એકતા પરીષદની મિટિંગ વકિલ દશરથભાઈ વ્યાસ ની ઓફીસ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વસંતભાઇ એ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે લોક હિતોના સમાચારો સાથે સેવાકીય પ્રવૃતિઓ કરવા સૂચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મિટિંગ ના ચર્ચા વિચારણા અંતે ભાભર તાલુકા પત્રકાર એકતા પરીષદના કાર્યકારી પ્રમુખ તરીકે સક્રિય અને જાગૃત પત્રકાર એવા કાન્તુભા રાઠોડ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેશભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ પટેલ, ભારમલભાઈ માળી, પ્રવિણસિંહ રાઠોડ, બાબુભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી કાર્યકરી પ્રમુખ ને અભિનંદન આપ્યા હતા અને ભાભર પત્રકાર એકતા પરિષદ સારી કામગીરી કરવામાં અનુરોધ કર્યા.
રિપોર્ટર : મનુ સોલંકી, બનાસકાંઠા