કાંકરેજ કિસાન એકતા સમિતિ દ્વારા કાંકરેજ તાલુકાને પાક નિષ્ફળ સહાય આપવા મામલતદાર ને આપ્યું આવેદનપત્ર

હિન્દ ન્યૂઝ, કાંકરેજ,

બનાસકાંઠા જિલ્લામાં ચાલું ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ ના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઉભો પાક પાણીમાં તણાઇ ગયો છે અને નાશ પામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, તાલુકાને પાક નિષફળ વળતર આપવા બાબતે કાંકરેજ કિસાન એકતા સમિતિ દ્વારા કાંકરેજ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં ચાલું વર્ષ થયેલ ભારે અતિભારે વરસાદ ના કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને ભારે નુકસાન થવા પામેલ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવા પામેલ છે. ગુજરાતમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન અંગે માનનીય મુખ્યમંત્રી દ્રારા તા. 21 સપ્ટેમ્બર 2020 ના રોજ વિધાનસભા ગ્રહમાં રૂપિયા 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને સહાયથી વંચિત રાખેલ છે પરંતુ અતિવૃષ્ટિથી સૌથી વધુ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લો છે, છતાં બનાસકાંઠા જિલ્લાનો સહાય આપવામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથે સાથે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ એવી છે કે ચાલું ચોમાસામાં વરસાદી પાણીથી બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાઇ ગયેલ છે તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો પાયમાલ બની ગયા છે. આથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનાહિત માટે યોગ્ય નિર્ણય કરી કાકરેજના ખેડૂતોને સહાય આપવામાં સમાવેશ કરી ઉકત સહાય પેકેજમાં થાય તે માટે જરુરી કાર્યવાહી થવા કાંકરેજ કિસાન એકતા સમિતિ વતી ભલામણ સહ વિનંતી.

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment