હિન્દ ન્યૂઝ, કોડીનાર,
બુખારી મોહલ્લામાં ગતમોડી રાત્રીના મુસ્લિમ સગીરાએ પ્રેમ પ્રકરણમાં પહેલા ફિનાઈલ પી બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાની કોડીનાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રમેશભાઈ વાઢેરે આપેલી વિગત મુજબ બુખારી મોહલ્લામાં રહેતા મેહબુબઅલી મહમદહુસેન નકવીની ૧૭ વર્ષિય સગીર પુત્રીએ તેની પાસે સંતાડીને રાખેલા મોબાઈલમાં કોઈક જોડે વાતચીત કરી રહી હોય આ અંગે સગીરાના પિતા મહેબુબ અલીએ કોની સાથે વાત કરી રહી છે તેમ પુછી મોબાઈલ લઈ ચેક કરતા મિસમ નામના ડિસ્પ્લે ઉપર આવતા તેજ નંબર ઉપર ફોન કરી તપાસ કરતા બાજુમાં જ રહેતા મિસમ દિલાવરહુસેન કાઝીએ ફોન ઉપાડતા મહેબુબઅલીએ હવે પછી મારી દીકરીને ફોન ન કરવાનું કહ્યા બાદ થોડીવાર પછી મિસમના મામા તેનિસ નાસીરહુસેન નકવીએ સગીરાના ઘરે જઈ આ બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણની વાતો કરી રહ્યા હતા તે દરમિયાન સગીરાના પિતા મેહબુબઅલી તેમના મકાનના ઉપરના રૂમમાં જતા રૂમ અંદરથી બંધ હોય દરવાજો તોડતા તેમની પુત્રી પલંગ ઉપર રહેતા પંખામાં ચુંદડી સાથે લટકતી હાલતમાં જોવા મળતા અને ફિનાઈલની વાસ આવતા તેને નીચે ઉતારી હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં હાજર ડોકટરે તેને મૃત જાહેર કરતા આ અંગે મૃતક સગીરાના પિતાએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રી પોતાના મકાનમાં ફિનાઈલ પી બાદમાં પંખા સાથે ચૂંદડી બાંધી પોતાની મેળે આપઘાત કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લી વિગત જાણવા મળતી વિગત મીસમે તેમના પ્રેમ પ્રકરણની જાણ ધરનાઓ થઈ જતાં બન્ને પરિવાર વચ્ચે ઝગડો થતાં ડરી જઈ તેને પણ દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે.
રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર