નગરપાલિકા અને થરાદ પોલીસ દ્વારા માસ્ક અભિયાન ચલાવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ

વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારી ધમધમી રહી છે ત્યારે થરાદમાં ફરી કોરોનાએ એકવાર માથું ઉંચકતા કેશોમાં વધી રહ્યા હોઈ થરાદની નગરપાલિકા અને થરાદ પોલીસ દ્વારા માસ્ક અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન બુધવારના રોજ સવારના સમય ૧૦ થી ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અભિયાન યોજાયું હતું. જેમાં માસ્ક ન પહેરનાર વાહનચાલકો અને રાહદારીઓને ૨૦૦ રૂપિયાની પાવતી સાથે એક માસ્ક આપી માસ્ક ફરજીયાત પહેરો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે થરાદ નગરપાલિકા અને પોલીસના જાગૃતિ અભિયાનથી માસ્ક ફરજીયાત પહેરવાનો સંદેશો પાઠવ્યો હતો.

રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ

Related posts

Leave a Comment