હડિયાણા ખાતે મહિલાઓ દ્વારા અધિક આસો માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજા અર્ચના

હિન્દ ન્યૂઝ, હડિયાણા

હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક આસો માસ નિમિત્તે કાઠા ગોરમાં ની દરરોજ સવારે પૂજન, કીર્તન કરી ને કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે. મહિલા ઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં કોરોના મુક્ત થાય અને સમગ્ર લોકો સુખમય જીંદગી જીવી શકે તેવી પ્રાર્થના કરે છે. ત્યારે આ નિમિત્તે હડિયાણા બ્રાહ્મણ શેરીની મહિલાઓ દ્વારા સમગ્ર ભારત દેશ ના લોકો કોરોનની હાલાકી ભોગવી રહ્યા હોય અને દિવસે ને દિવસે લોકો કોરોના ના સકંજામાં આવતા જાય છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા જાય છે. ત્યારે કાઠા ગોરમાની પૂજા કરતી મહિલાઓ એ કાંઠા ગોરમાં પાસે સમગ્ર દેશમાંથી કોરોના મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના કરે છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment