રાજકોટ ખાતે ‘જનતા રાજ’ દ્વારા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ ખાતે ‘જનતા રાજ’ દ્વારા વોર્ડ નંબર 18 માં પીવાના પાણીની સમસ્યાને લઈને વોર્ડ નંબર 18 ના રહીશોની રજૂઆત છે કે ત્યાં કોર્પોરેશનનું જે પાણી આવે છે જેમાં ખૂબ જ ખરાબ વાસ આવે છે અને થોડું ડહોળું ગંદકી યુક્ત પાણીની સપ્લાય થાય છે. આવા ગંદા પાણીની સમસ્યાથી ત્યાં રહીશોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય છે. સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરી પણ કોઈ આજ દિન સુધી પગલા લેવાયા નથી તેના માટે ‘જનતા રાજ’ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવેલ છે.

રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ

Related posts

Leave a Comment