વડાલી શાળા નંબર 4 નો ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વડાલી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધની માર્ગદર્શિકાના અક્ષરસહ સંપૂર્ણ પાલન અનુસાર સાબરકાંઠા જિલ્લામાં વડાલી શાળા નંબર-૪ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ માનનીય ભીખાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ભારતમાતા પૂજન નો કાર્યક્રમ ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવાયો.

જેમાં વડાલી શાળા નંબર 4 ના આચાર્ય ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવેલ આમન્ત્રણ ને માન આપી આવી પહોંચેલા મહાનુભાવો એવા ભાજપ મહામંત્રી તખતસિંહ હડિયોલ. વડાલી મામલતદાર એન.ડી. પટેલ. ચીફ ઓફિસર ચૌધરી સાથે P. K ગર્લ્સ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ શારદા હાઈસ્કૂલ ના આચાર્ય ગૌતમભાઈ ભટ ખાસ હાજર રહી કાર્યક્રમ ને શોભાવ્યો હતો. વડાલી મામલતદાર પટેલ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આવેલ મહાનુભાવો નું ફુલહાર તેમજ સાલ ઓઢાળી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. સંપૂર્ણ સફળ આયોજન બદલ સાબરકાંઠા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન. જે કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : વિશાલ ચૌહાણ સાબરકાંઠા

Related posts

Leave a Comment