હિન્દ ન્યૂઝ, ડભોઈ
ગાંસડીઓ સહિત ગાડી ભયંકર આગમાં ભસ્મીભૂત
ઘટનાની જાણ થતા ડભોઇ નગરપાલિકાના અગ્નિશામક દળના બે ફાયર ફાઈટર બંબા રવાના કરાયા.
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તરફથી સંખેડા તરફ કપાસની ગાંસડીઓ ભરી જતી ગાડી ઓવરલોડ ભરેલ હોય બોરીયાદ અને કરનેટ રોડ પરથી પસાર થતાં રોડ પર આવેલ એમ.જી.વી.સી.એલના ખુલ્લા તારને અડી જતા કપાસની ગાંસડી માં આગ લાગી જવા પામી હતી. જ્યારે આગ ભયંકર રૂપ ધારણ કરતાં ડભોઈ કરનેટ નો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જ્યારે આકસ્માત બનવાથી ડ્રાઇવરની બેદરકારી ની સાથે ઠેર ઠેર નમી પડેલા વિદ્યુત વાહક વાયરો ને લઇ એમ.જી.વી.સી.એલ ની બેદરકારી પણ ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે આવા વાહન ચાલકો દ્વારા વધુ ભાડું મળે ની લાલસામાં ઓવરલોડ ગાડી ભરી અને શોર્ટ કટ અપનાવી ઓછા સમયમાં પહોંચવા હેતુ આવી દુર્ઘટનાઓ ને નોતરુ આપતા આ વાહનચાલકો સામે પોલીસ સ્ટાફ પણ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. જોકે આ બનાવની જાણ થતા ડભોઇ નગરપાલિકાના અગ્નિશામક દળના બે ફાયર ફાઈટર બંબા આગને કાબુમાં કરવા અને વધારે માલ હાની અને જાન હાનિ ન થાય તે માટે તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરાયા હતા.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ