હિન્દ ન્યૂઝ, વિરમગામ
દલિત અધિકાર મંચ દ્વારા વિરમગામ તાલુકાના અનેક ગામોમાં સરકારી માટી ખનન અંગે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે. જેમાં વિરમગામના વલાણા ગામમાં સરકારી તલાવડાઓમાં, સરકારી ખરાબામાં ગેર કાયદેસર ભુ માફિયાઓ દ્વારા રાજકીય વગ ધરાવતા લોકોની મિલી ભગતથી માટી ખનન ચોરીનું મોટું કૌભાંડ કેટલા દિવસોથી ચાલે છે. તેમ છતાં ગામના સરપંચ અને તલાટી કોઈ પણ કાર્યવાહી કરતા નથી. જેથી લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે શું તલાટી અને સરપંચની પણ આ માટી ખનનમાં ભાગીદારી છે ?
વિરમગામના વલાણા ગામના તલાટી કમ મંત્રી પોતાના ગામમાં કરોડો રૂપિયાની માટી ખનનમાં મૌન કેમ છે ? ધોળા દિવસે માટી ખનન થતું હોવા છતાં કોઈ ફરિયાદ તેમને કેમ આપી નથી.
ગ્રામ પંચાયતની રહેમ નજર થી સરકારી મિલકતની લૂંટફાટ ચાલુ, ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ભેદી મૌન ધારણ કરેલ છે.
આ બાબતે વિરમગામના દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ અને નવઘણ પરમારે પણ સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ દ્વારા સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા જણાવેલ હોવા છતાં વાલાણા ગ્રામ પંચાયતના તલાટી રાજકીય વગ અને રાજ્ય તલાટી મંડળના આગેવાન હોય સ્થાનિક કક્ષાએથી કોઈજ કાર્યવાહી થતી નથી. તેમ દલિત અગ્રણી કિરીટ રાઠોડે અખબારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ