હિન્દ ન્યૂઝ, સુરત
સુરત મહાનગરપાલિકાની કતારગામ વિસ્તારના વસ્તા દેવડી રોડ પર આવેલ એસ.એમ.સી.ના વાહન ડેપો ની બાજુમાં કોમ્યુનિટી હોલ પાસે કચરાપેટી કેવી હોવી જોઈએ આ દ્રશ્ય પ્રદર્શન કરે છે કે ખરેખર આ કચરાપેટી કહેવાય ?
સુરતની શહેરી જનતા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલાત કરી સ્વચ્છતા અભિયાન માટે આ કચરાપેટીઓ મૂકવામાં આવી છે.
આવી બદતર કામગીરીથી પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ મૂકી દીધું છે. આ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી લેતા હોય તેવું લાગે છે.
રિપોર્ટર : જિતેન્દ્ર માવાણી, સુરત