જામનગર જિલ્લામાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી, જામનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 2.0 અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભ 2.0 ના ભાગરૂપે જોડિયા તાલુકામાં તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રા, સ્પોર્ટ્સ નિરીક્ષકો તેમજ બહોળી સંખ્યામાં સ્પર્ધકો હાજર રહયા હતા.

 

 

Related posts

Leave a Comment