હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના શેરથા ગામ ખાતેથી કૃષિ મંત્રી જીતુ વાઘાણી ના વરદહસ્તે 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ચાલનારા રાજ્યવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’નો કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ ઉપયોગ સામે જમીનની ફળદ્રુપતા બચાવવા અને કેન્સર જેવા ગંભીર રોગોથી માનવ સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે આ અભિયાનને એક જન આંદોલન બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
જિલ્લા પ્રશાસન દ્વારા આગામી સમયમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરીઓ અને દૂધ મંડળીઓ ખાતે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વિશેષ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
