જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી સાતત્યપૂર્ણ રીતે થઈ શકે તેમજ અધિકારીગણ અને કર્મચારીગણને માર્ગદર્શન મળી રહે તેવા તમામ મુદ્દાની આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ગવર્નિંગ બોડી એજન્ડા, જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, નાણાંકીય આયોજન અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે ક્વોલિટી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, જન્મ-મરણ નોંધણી તેમજ માતા-બાળ આરોગ્ય કામગીરી વિશે જરૂરી સુચના સમિતિના સદસ્યશ્રીઓને આપી હતી.

આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી ક્લેકટર બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, ડી.પી.સી. યજ્ઞેશ ખારેચા, તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીઓ તેમજ સમિતિના અન્ય સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Related posts

Leave a Comment