ફાયર એન.ઓ.સી. ન ધરાવતી અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી ૮ હોસ્પિટલને ‘સીલ’ કરાશે: મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

હિન્દ ન્યૂઝ , રાજકોટ

                                              તા. ૨૯-૧૨-૨૦૨૦, રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર ખાતાનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવેલ નથી, ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી શહેરની ૮ હોસ્પિટલોને સીલ કરવા અંગેની નોટીસ આપવામાં આવી છે.

હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહી, તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ થયે આવી હોસ્પિટલો ‘સીલ’ કરી દેવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
શહેરની ૮ હોસ્પિટલોને સીલ કરવા અંગે નોટીસ આપવામાં આવી છે જેમાં (૧) સૌરાષ્ટ્ર કોવીડ હોસ્પિટલ, (૨) ડેવ હોસ્પિટલ, (૩) દશા શ્રીમાળી હોસ્પિટલ, (૪) શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, (૫) નીદિત બેબીકેર હોસ્પિટલ, (૬) સન્માન મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, (૭) ડો. વિવેક જોષીની હોસ્પિટલ અને (૮) સૌરાષ્ટ્ર ચિલ્ડ્રેન હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે.

Related posts

Leave a Comment