હિન્દ ન્યૂઝ, રાજકોટ
તા. ૨૯-૧૨-૨૦૨૦, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં માટે હાથ ધરવામાં આવી રહેલી વસૂલાતની કામગીરી અંતર્ગત એ.જી. ઓફિસ દ્વારા આજે રૂ.૧.૧૦ કરોડનો ચેક આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ બાકી રહેલી લેણાંની રકમ વસૂલાત માટે કરેલી કાર્યવાહીના અનુસંધાને એ.જી. ઓફિસના પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ બીરેન ડી. પરમાર દ્વારા નવી દિલ્હી સ્થિત હેડ ક્વાર્ટર સાથે ગંભીરતાપૂર્વક સંકલન કરી ટેક્સ ચૂકવવા માટેની અનુમતિ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આજે તા. ૨૯-૧૨-૨૦૨૦ ના રોજ એ.જી.ઓફિસ વતી વેલ્ફેર ઓફિસર અને સિનિયર એ.ઓ. શ્રે સુનિલ જે. પારેખે એ.જી.ઓફિસે ચૂકવવાની થતી રૂ.૧.૧૦ કરોડની રકમનો ચેક મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને સુપરત કર્યો હતો.