હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ
તા.૨૯, ગીર-સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનજમેન્ટ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી, ઇણાજ ખાતે એલ.આર.ડી. તાલીમાર્થઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ડિઝાસ્ટર મેનજમેન્ટ અધિકારી ક્રતુ ત્રીવેદીએ આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફટી અને પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ ૧૦૮ જિલ્લા કો-ઓર્ડીનેટર યુવરાજ સિંહ, ૧૦૮ ટીમ, પોલીસ ટ્રેનીંગ સેન્ટરના જાડેજા અને નગરપાલિકા ફાયર વિભાગના પ્રવીણભાઇએ પણ ઉપસ્થિત રહી એલ.આર.ડી. જવાનોને તાલીમ આપી માહિતગાર કર્યા હતા.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર-સોમનાથ