હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે મિલિંદ બાપના એ ચાર્જ સંભાળતાની સાથે જ રોડ ઉપરના દબાણો, તેમજ સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે અન્વયે મિલિંદ બાપનાએ આણંદ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખીને મહારાણા પ્રતાપ સ્ટેચ્યુથી ગોવિંદ આર્યવડ વિસ્તારની જાત મુલાકાત લીધી હતી. મિલિંદ બાપના એ જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રોડ ઉપરના તેમજ સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા દબાણો વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવશે. તેમણે ટીપી સ્કીમ નંબર ૦૨ માં આવેલ ૧૮ મીટરનો રસ્તો…
Read MoreDay: February 11, 2025
આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને ઉભા રહેવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઈ ભાગી જતા હોવાનું ધ્યાન ઉપર આવતા આવી પ્રવૃત્તિ અટકાવવા સારૂ જિલ્લાની તમામ સરકારી કચેરી ખાતે સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને જિલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ કચેરીમાં…
Read Moreવડોદરા ખાતે મહિલા વિકલાંગ ૪૦ % કે તેથી વધુ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે નિશુલ્ક ધોરણે ચાલતા તાલિમ વર્ગો નો લાભ લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કૈરિયર સર્વિસ સેંટર (મહિલા), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા, ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦ % કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક, બહેરી મૂંગી, અલ્પ અન્ધ, અન્ય, મંદ બુધ્ધિ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે કેન્દ્ર માં ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસ ના તાલિમ વર્ગો નિ:શુલ્ક ધોરણે ચાલે છે. કેન્દ્ર માં ચાલતા ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમાર્થીયો ને ભારત…
Read Moreઆણંદ જિલ્લામાં માતા-બાળ મૃત્યુદર ઘટે તે માટે કાર્ય કરવા અનુરોધ કરતાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા અને માતા-બાળકને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે માતા અને બાળકોની આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે. માતા અને બાળ આરોગ્યની સેવાઓ દરમ્યાન સગર્ભાવસ્થાથી લઈને ૪૨ દિવસની અંદર પ્રસુતાના કારણોસર માતા મરણ અને નવજાત શિશુથી લઈને ૧ વર્ષ સુધી કોઈપણ…
Read Moreઆણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી
મત ગણતરી તા. ૧૮ મી ફેબ્રુઆરી ના રોજ ઓડ, બોરીયાવી, ઉમરેઠ, આંકલાવ અને ખંભાત ખાતે યોજાશે હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૪ અને ખંભાત તાલુકાની ૧ બેઠક ઉંદેલ પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) (સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી) ના રોજ રાખવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય/ પેટા ચૂંટણીનું મતદાન બાદ તેની મત ગણતરી આગામી તારીખ ૧૮ મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારના ૯ – ૦૦ કલાકથી હાથ ધરાનાર છે. જે અન્વયે ઓડ નગરપાલિકાની મત…
Read Moreઆણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળતા સુ. દેવાહુતી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાની બદલી આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે થતા તેમની જગ્યાએ આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે વર્ષ ૨૦૨૦ ની બેચના આઈ.એ.એસ. અધિકારી સુ. દેવાહુતીની બદલીથી નિમણૂક થતાં તેમણે આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો પદભાર સંભાળ્યો છે. જમ્મુ કાશ્મીરના વતની એવા સુ. દેવાહુતી બી.એ, એલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સનદી સેવા માટેની પરીક્ષા પાસ કરી વર્ષ ૨૦૨૦ માં આઈ.એ.એસ. થયા. આઈ.એ.એસ. બન્યા બાદ તેમણે પ્રોબેશન સમયમાં ખેડા જિલ્લામાં અને ત્યારબાદ આસિસ્ટન્ટ કલેકટર, ગોંડલ અને રાજકોટ ગ્રામ્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આણંદ…
Read Moreઆણંદ મહાનગરપાલિકા વિસ્તારના ગામડી,મોગરી, જીટોડિયા અને લાંભવેલના વિવિધ વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સુચના મુજબ આણંદ મહાનગરપાલિકા વિસ્તાર સ્વચ્છ અને સુંદઢ રહે એ માટે વિવિધ વિસ્તારોમાં સફાઈ જેવી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ગામડી, મોગરી, જીટોડીયા અને લાંભવેલ, બાકરોલ માં વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા તંત્રના સેનેટરી વિભાગ દ્વારા આણંદ શહેર ઉપરાંત વલ્લભ વિદ્યાનગર, કરમસદ,ગામડી,મોગરી, જીટોડીયા અને લાંભવેલના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે, જેને નાગરિકોનો વ્યાપક આવકાર મળી રહ્યો છે. મનપા તંત્ર દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આણંદ મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં…
Read Moreફેબ્રુઆરી માસમાં યોજાનાર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આગામી તારીખ ૧૬ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર હોય તથા ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં હોય ફેબ્રુઆરી માસમાં યોજાનાર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ની બેઠક ભાગ – ૧ મોકૂફ રાખવામાં આવી છે, તેમ આણંદ કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
Read Moreમતદાનના દિવસે ચૂંટણી સબંધી ફરિયાદો માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) ના રોજના મતદાનના દિવસે ચૂંટણી સંબધી ફરીયાદો માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે. નાગરિકો ફોન નંબર ૦૨૮૮ ૨૫૪૧૯૬૦ અથવા ઈ મેઈલ એડ્રેસ dymam-ele-jam@gujarat.gov.in પર સંપર્ક કરી શકશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreજામનગરના મહિલાએ પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો
હિન્દ ન્યુઝ, જામનગર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. ગુજરાત માંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોચ્યા છે. ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવે અને તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવાકીય કાર્ય કર્યું છે. તેઓએ મહાકુંભમાં ૧૫૦૦ જેટલા જ્યુટ બેગ્સનું સાધુ સંતોને વિતરણ કર્યું હતું. જ્યુટ એટલે કે શણ માંથી બનાવેલી વસ્તુઓ જે ટકાઉ હોય છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે. જામનગરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે…
Read More