હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) ના રોજના મતદાનના દિવસે ચૂંટણી સંબધી ફરીયાદો માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે.
નાગરિકો ફોન નંબર ૦૨૮૮ ૨૫૪૧૯૬૦ અથવા ઈ મેઈલ એડ્રેસ dymam-ele-jam@gujarat.gov.in પર સંપર્ક કરી શકશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.