હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આગામી તારીખ ૧૬ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર હોય તથા ચૂંટણીના કારણે આચાર સંહિતા અમલમાં હોય ફેબ્રુઆરી માસમાં યોજાનાર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ની બેઠક ભાગ – ૧ મોકૂફ રાખવામાં આવી છે, તેમ આણંદ કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.