હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(CBSE) દ્વારા ધો-૧૦ અને ૧૨ની પરીક્ષા સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારની ૬ (છ) નિયત કરેલી હાઇસ્કુલોમાં પરિક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર છે. જેથી જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, મુકત વાતાવરણનું નિર્માણ થાય તે સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા તા.૧૫/૦૨/૨૦૨૫ થી તા.૦૪/૦૪/૨૦૨૫ના રોજ સુધી સુરત ગ્રામ્ય વિસ્તારના નિયત કરેલા ૬(છ)પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવા, સરધસ કાઢવા તેમજ સભા ભરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. પરિક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર…
Read MoreDay: February 17, 2025
તા.૧૭મી ફેબ્રુઆરીએ તરસાડી-કોસંબા ખાતે ધારાસભ્યના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ
તરસાડી-કોસંબાના પુસ્તક પ્રેમીઓ આનંદો હિન્દ ન્યુઝ, સુરત શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે રમત-ગત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય દ્વારા તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦.૩૦ વાગે તરસાડી-કોસંબાની ભાઈલાલની વાડી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ થશે. જેથી પુસ્તક પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીજનોને વાંચન માટેની અનેરી સુવિધા ઉપલધ્ધ બનશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, કોસંબા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કપિલાબેન પરમાર, નવસર્જન સ્કૂલના પ્રમુખ કિશોરસિંહ કોસાડા, જમીન દાતા શ્રીમતી વિદ્યાબેન પટેલ, ગાંધીનગર ગ્રંથાલયના…
Read Moreપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુલ અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, સુરત વિદ્યાર્થીને ‘માણસ’ બનાવવો, સંસ્કારવાન અને સભ્ય બનાવવો એમાં જ શિક્ષણની સાર્થકતા સમાયેલી છે શાંતિ પમાડે તે સંત: સંતની સમીપ જતા શાંતિ અને પરમ ઉર્જાનો અનુભવ થાય એ ખરા અર્થમાં સંત છે :- પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધર્મ અને શિક્ષણના સમન્વયની સાથે સદ્દકાર્યોની સુવાસ ફેલાવતા સ્વામિનારાયણ ગુરૂકુલ પરંપરાને દેશના અન્ય રાજ્યોમાં વ્યાપક બનાવવા અનુરોધ કરતા પૂર્વ રાષ્ટ્રપતિ
Read Moreસુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, સુરત વરાછાના સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના વિસ્તારમાં આગામી છ મહિના સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ભારે વાહનો તેમજ ખાનગી લકઝરી બસો રાત્રીના ૧૦થી સવારના ૦૬ વાગ્યા સુધી ઉપયોગ કરી શક્શે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકાશે
Read Moreજિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૮મી માર્ચે સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું નિરાકરણ કરાશે, પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૮/૩/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
Read Moreહિમોફિલિયાના દર્દીઓની પડખે ગુજરાત સરકાર
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ.૮ કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા ઓપરેશન ની જરૂર હોય તેવા ૧૮ હિમોફીલીયાના દર્દીઓને જરુરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા GMSCL મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે
Read Moreનાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાતનો દબદબો, 21 મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડા મામલે પ્રથમ ક્રમે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતના કુલ ઘરેલુ ઉત્પાદન સામે દેવામાં છેલ્લા 10 વર્ષમાં 4.5%નો ઘટાડો, સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3%: NCAER રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાતે મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન અને રાજકોષીય દૂરદર્શિતાનો પુરાવો રજૂ કર્યો: મુખ્યમંત્રી
Read Moreગુણવત્તાસભર આરોગ્યની સુવિધાઓ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ▶️ રાજ્યની GMERS સંલગ્ન સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની મેડિકલ હોસ્પિટલને અત્યાધુનિક હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા ▶️ આ માઈક્રોસ્કોપ દ્વારા GMERS મેડિકલ હોસ્પિટલને “સેન્ટર ઓફ એક્સેલન્સ” તરીકે વિકસાવવાની દિશામાં પ્રેરણા મળશે તેમજ રાજ્યના 4 હજારથી ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય તબીબી સુવિધાઓનો લાભ મળશે
Read Moreઇઝ ઓફ લિવિંગ માટેની પ્રતિબદ્ધતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર ▶️ અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ₹58.47 કરોડ ▶️ ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે ₹3.98 કરોડ ▶️ રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે…
Read Moreભાવનગરમાં શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ “માતૃભાષા મહોત્સવ 2025” કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવ 2025” અંતર્ગત “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય પર કાર્યક્રમ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના સવારે ૮ કલાકે શ્રીમતી કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, નાના અંબાજી મંદિર પાસે, કોર્ટ રોડ ભાવનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ડો. ભાગ્યેશ જહા તેમજ વક્તા ડો. કે. ડી. બગડા, ડો. પારૂલબેન ભટ્ટ રહેશે. કાર્યક્રમનું સંચાલન ડો.…
Read More