હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(CBSE) દ્વારા ધો-૧૦ અને ૧૨ની પરીક્ષા સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારની ૬ (છ) નિયત કરેલી હાઇસ્કુલોમાં પરિક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર છે. જેથી જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, મુકત વાતાવરણનું નિર્માણ થાય તે સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા તા.૧૫/૦૨/૨૦૨૫ થી તા.૦૪/૦૪/૨૦૨૫ના રોજ સુધી સુરત ગ્રામ્ય વિસ્તારના નિયત કરેલા ૬(છ)પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવા, સરધસ કાઢવા તેમજ સભા ભરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. પરિક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ઝેરોક્ષ સેન્ટર પરિક્ષા દરમિયાન ચાલુ રાખવા પર અને અંદર વાહન ઉભા રાખવા પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઇપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઇપણ કર્મચારીઓ મોબાઇલ ફોન,ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અથવા કોમ્યુનિકેશન ડિવાઇસ કે સિસ્ટમ રાખવા લાવવા લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ લગ્નના વરધોડા,સીનેમા, ટાઉન હોલ,સ્માશાન યાત્રા કે પરીક્ષા વ્યવસ્થામાં ON EXAM DUTY માં સંકળાયેલા તથા પ્રાર્થના સ્થળોએ પ્રાર્થના માટે જતી બોનાફાઇડ વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.