તા.૧૭મી ફેબ્રુઆરીએ તરસાડી-કોસંબા ખાતે ધારાસભ્યના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

તરસાડી-કોસંબાના પુસ્તક પ્રેમીઓ આનંદો

હિન્દ ન્યુઝ, સુરત

      શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે રમત-ગત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય દ્વારા તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦.૩૦ વાગે તરસાડી-કોસંબાની ભાઈલાલની વાડી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ થશે. જેથી પુસ્તક પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીજનોને વાંચન માટેની અનેરી સુવિધા ઉપલધ્ધ બનશે.     

             આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, કોસંબા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કપિલાબેન પરમાર, નવસર્જન સ્કૂલના પ્રમુખ કિશોરસિંહ કોસાડા, જમીન દાતા શ્રીમતી વિદ્યાબેન પટેલ, ગાંધીનગર ગ્રંથાલયના નિયામક ડો. પી.કે. ગોસ્વામી, સુરત વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક જે.એસ. ચૌધરી, કોસંબા સરકારી તાલુકા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ એમ.એસ. ગોહિલ ઉપસ્થિત રહેશે.

Related posts

Leave a Comment