આગામી તા.૨૨મી જાન્યુ. સુધી ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ

ભુજ શહેર તેમજ ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે આ વિસ્તારમાં સાવચેતીના પગલા લેવાનું જરૂરી જણાય છે.

        જેથી કચ્છ જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) ની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતએ/વ્યકિતઓએ એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કે કોઇ મંડળી બનાવીને ભુજ શહેર સાથે ભુજ તાલુકાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યકિતએ કે વ્યકિતઓએ ભેગા થવા પર મનાઇ ફરમાવેલ છે.

        આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment