વડોદરા જિલ્લામાં રોજગાર તથા વ્યવસાય અંગે માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, વડોદરા 

              ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી ખાતે રોજગાર અને વ્યવસાય માર્ગદર્શન ને લગતી કામગીરીની સમીક્ષા કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી.

          મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતે જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓફિસમાં અને ઓફિસ બહાર કરવામાં આવતી વ્યવસાય માર્ગદર્શનને લગતી તમામ યોજનાઓ અને ઓક્ટોબર ૨૪ સુધીમાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

          જેમાં ઉમેદવારની ઓનલાઈન નામ નોંધણી, વ્યક્તિગત અને જૂથ માર્ગદર્શન,કાઉન્સેલીંગ, રોજગાર ભરતી મેળો,સ્વરોજગાર શિબિર, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ, અનુબંધમ અને એનસીએસ પોર્ટલ, રોજગાર બજાર માહિતીની કામગીરી, વિદેશ રોજગારને લગતી શિક્ષણ અંગેના સેમીનાર, કરીઅર કોર્નર યોજના વોકેશનલ એજ્યુકેશન જેવી યોજના કામગીરી અંગે સભ્ય સચિવ અને રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા પીપીટી રજુ કરવામાં આવી હતી. આ સાથે ડિસેમ્બર માસમાં કારકિર્દી સપ્તાહ યોજના અને કરીઅર કોર્નર ટીચરનો સેમિનાર યોજનાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

           આ બેઠકમાં સમિતિના અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના શિક્ષણ નિરિક્ષક રણજીતસિંહ ડાભી તેમજ વડોદરા કરીઅર ગાઈડન્સ એસોસીએશન પ્રમુખ, વિવિધ સ્કુલના કરીઅર કોર્નર ટીચર અને સભ્યો તેમજ રોજગાર કચેરીના કરીઅર કાઉન્સિલ હાજર રહ્યા હતા.

 

Related posts

Leave a Comment