ભાવનગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

‘G20-ONE EARTH,ONE HEALTH’
‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં આજે વહેલી સવારે સિદસર સ્થિત સ્પોર્ટ્સ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. સાંસદ ડો. ભારતીબહેન શિયાળે તેમના સંબોધનમા જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વિકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. તેમણે વધુ ઉમેરતાં કહ્યું હતું કે વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યુનાઈટેડ નેશન્સથી વીડિયો સંદેશ દ્વારાથી જોડાયા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, કલેક્ટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, પોલીસ અધીક્ષક ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી બી.જે. પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વી.સી. એમ.કે.ત્રિવેદી સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં ભાવનગરની યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment