હિન્દ ન્યુઝ, દાહોદ
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ર૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગામે ગામે યોગ પહોંચે તે માટે તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત દેવગઢ બારીયા આર એસ પટેલ હાઈસ્કૂલ રુવાબારી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો હેતુ સમગ્ર તાલુકામાં યોગનો વાતાવરણ બને અને લોકો યોગ કરતા થાય તે હેતુ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંથી ઝોન કો – ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન, તાલુકા ભાજપ પાર્ટી પ્રમુખ, આચાર્ય હરેશભાઈ પટેલ, સરપંચ, ઉપસરપંચ, યોગ કો-ઓર્ડી નેટર, યોગ કોચ, ટ્રેનરો, સામાજિક કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં યુવાઓ હાજર રહ્યા હતા.

