હિન્દ ન્યુઝ, ડાંગ
તાજેતરમાં જ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે ૩જી પ્રેસિડેન્ટ કપ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના આઠ વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કરાટે કુમિતે પરિક્ષા પાસ કરી હતી.
જેમાં ચીચધરા ગામની વિદ્યાર્થીની તારાએમ.આહીર, બીલમાલ ગામના મહેશ વાઘ, અને અજય ચોર્યા, કામદ ગામના ગુલાબ ચૌધરી, ધુડા ગામના સંતોષ પાડવી, કાલીબેલ ગામની પૂજા ચૌધરી, શામગહાન ગામના હરદીપ ઠાકરે, સરવર ગામની વર્ષા ગાયકવાડ વિધાર્થીઓનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓની આ સિધ્ધિ બદલ કરાટે એસોસિએશન ઓફ ડાંગના પ્રમુખ રાજેશભાઈ ગામીત, સંયુક્ત સચિવ હરિરામઆર.સાવંત અને એક્ઝીક્યુટી કમિટી સભ્ય જાની જીતેન અને ઉપપ્રમુખ અર્જુનભાઈ સોરટીયાએ અભિનંદન પાઠવ્યાં હતાં. આ વિધાર્થીઓએ ડાંગના મુખ્ય કરાટે કોચ અને કરાટે એસોસિએશન ઓફ ડાંગનાં જનરલ સેક્રેટરી સેન્સેઈ પી.આર. દિપક કુમારનાં માર્ગદર્શન હેઠળ સિધ્ધિ પ્રાપ્ત કરી હતી.

